Monday, May 18, 2026
Homeરાજ્યહાલારદ્વારકાધીશ મંદિરે પુરૂષોત્તમ માસ નિમિત્તે વિવિધ ઉત્સવોની ઉજવણી

દ્વારકાધીશ મંદિરે પુરૂષોત્તમ માસ નિમિત્તે વિવિધ ઉત્સવોની ઉજવણી

હિંડોળા ઉત્સવ, રામનવમી, વિજયાદશમી, તુલસી વિવાહ, દેવદિવાળી, જન્માષ્ટમી સહિતના આયોજનો

દ્વારકાધીશ જગતમંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસ દરમ્યાન વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

હાલમાં પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે. જેને લઇ દ્વારકાધીશ મંદિર દ્વારકામાં પણ તા. 15 જુન 2026 સુધી પુરૂષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત તા. 20 મેના હિંડોળા ઉત્સવ ઉજવાશે. જેમાં સવાર-સાંજના દર્શનનો સમય નિત્યક્રમ મુજબનો રહેશે. ઉત્સવ દર્શન સાંજે થશે. તા. 21 મેના વસંતપંચમી ઉત્સવ ઉજવાશે. જેમાં સવારના દર્શનનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. બપોરે 1.30 થી 2.30 સુધી ઉત્સવ દર્શન, બપોરે 2.30 વાગ્યે અનૌસર (મંદિર બંધ) થશે. સાંજનો ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે. તા. 24ના રામનવમી ઉત્સવ ઉજવાશે. જેમાં સવારે 10.15 થી 12.00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. બપોરે 12.00 વાગ્યે ઉત્સવ, આરતી યોજાશે. બપોરે 12.00 થી 1.30 સુધી ઉત્સવ દર્શન થશે. બપોરે 1.30 વાગ્યે મંદિર બંધ થશે. સાંજનો ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે.

તા. 25ના વિજયાદશમી ઉત્સવની ઉજવણી થશે. સવાર-સાંજના દર્શનનો સમય નિત્યક્રમ મુજબનો રહેશે. ઉત્સવ દર્શન સાંજે થશે. તા. 26ના પુષ્પ શ્રૃંગાર ઉત્સવ થશે. સવાર-સાંજના દર્શનનો સમય નિત્યક્રમ મુજબનો રહેશે. ઉત્સવ દર્શન સાંજે થશે. તા. 27ના તુલસી વિવાહ થશે. સવાર-સાંજના દર્શનનો સમય નિત્યક્રમ મુજબનો રહેશે. ઉત્સવ દર્શન સાંજે થશે. તા. 28ના વામન દ્વાદશી ઉત્સવ જશે. જેમાં સવારે 10.15 થી 12.00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. બપોરે 12.00 વાગ્યે ઉત્સવ, આરતી યોજાશે. બપોરે 12.00 થી 1.30 સુધી ઉત્સવ દર્શન થશે. બપોરે 1.30 વાગ્યે મંદિર બંધ થશે. સાંજનો ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે.

- Advertisement -

તા. 31 મેના દેવદિવાળી (પૂનમ)ની ઉજવણી થશે. જેમાં સવારે 6.00 વાગ્યે મંગળા આરતી થશે. સવાર-સાંજનો ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે. સાંજે ઉત્સવ દર્શન થશે. તા. 8 જૂનના જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. જેમાં સવારે 6.30 વાગ્યે મંગળા આરતી, સવારે 6.30 થી 8.00 સુધી મંગળા દર્શન, સવારે 8.00 થી 8.45 સુધી ખુલ્લા પડદે અભિષેક થશે. સવારે 8.45 થી 9.00 સુધી દર્શન બંધ રહેશે. સવારે 9.30 વાગ્યાથી શ્રીંગાર દર્શન થશે. બપોરે 1.00 વાગ્યે મંદિર બંધ રહેશે. સાંજે પ.00 વાગ્યે ઉત્થાપન દર્શન થશે. રાત્રે 9.00 થી 12.00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે અને રાત્રે 12.00 થી 1.30 દરમ્યાન કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તા. 15 જૂનના ગોવર્ધન પૂજા, અન્નકૂટ ઉત્સવ થશે. જેમાં સવારે 11.30 વાગ્યે ગોવર્ધન પૂજા, સાંજે પ.00 થી 7.00 સુધી અન્નકૂટ ઉત્સવ, સવાર-સાંજના દર્શનનો સમય નિત્ય ક્રમ મુજબ રહેશે. રાત્રે 9.45 વાગ્યે મંદિર બંધ થશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular