Saturday, July 18, 2026
Homeહવામાનજામવંથલીમાં અડધો ઇંચ વરસાદ

જામવંથલીમાં અડધો ઇંચ વરસાદ

જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા

જામનગર શહેર તથા ધ્રોલ પંથકમાં ગઇકાલે સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં ગ્રામ્ય પંથકોમાં સામાન્ય વરસાદી ઝાપટાથી અડધા ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. શહેરમાં વરસાદથી માર્ગો ભીના થયા હતાં. હજુ પણ મેઘરાજા મન મુકીને વરસે તેની શહેરીજનો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.

- Advertisement -

જામનગર શહેરમાં ગઈકાલે સવારે વરસાદી ઝાપટું વરસી ગયું હતું, જો કે ત્યારબાદ આખો દિવસ કોરો રહ્યો હતો, અને આજે પણ મેઘરાજાએ વીરામ રાખ્યો છે. સાથે સાથે જામનગર જીલ્લાના ધ્રોલમાં બપોરે એક વરસાદનું ઝાપટું વરસી ગયું હતું અને ત્યાર પછી ઉઘાડ નીકળી ગયો હતો.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન છૂટાછવાયા વરસાદની નોંધ થઈ છે. જિલ્લામાં સૌથી વધુ 15 મી.મી. વરસાદ જામવંથલીમાં નોંધાયો હતો. જ્યારે મોટી ભલસાણમાં 12 મી.મી., લૈયારા અને હરિપરમાં 7-7 મી.મી., દરેડમાં 3 મી.મી. તેમજ વસઈ, લાખાબાવળ, ઘુનડા, પીપરટોડા, પડાણા અને મોડપરમાં 2-2 મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય મોટાભાગના ગામોમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો નથી.

- Advertisement -

દરમિયાન, તા. 18-07-2026ના હવામાનના આંકડા મુજબ જિલ્લામાં મહત્તમ તાપમાન 33.0 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 27.0 ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા અને પવનની સરેરાશ ગતિ 13.3 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular