Monday, May 11, 2026
Homeરાજ્યજામનગરપત્નીના પૂર્વ પ્રેમીના ઘરે જઇ પતિ સહિતના ચાર શખ્સોનો હુમલો

પત્નીના પૂર્વ પ્રેમીના ઘરે જઇ પતિ સહિતના ચાર શખ્સોનો હુમલો

યુવાનના ઘરે જઈ ઢસડીને બહાર કાઢયો : પ્રેમિકાના પતિ સહિતના ચાર શખ્સો ધોકા વડે તુટી પડયા : યુવાનને છોડાવવા વચ્ચે પડેલી તેની પત્ની ઉપર હુમલો : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતા યુવાનની પ્રેમિકાના પતિ સહિતના ચાર શખ્સોએ યુવાન અને તેની પત્ની ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલી એરગન સોસાયટીમાં રહેતાં અમિત નામના યુવાનને પરિણીતા સાથે પ્રેમ થયો હતો અને આ પ્રેમસંબંધનો જૂનો ખાર રાખીને ગત તા.8ના રોજ રાત્રિના સમયે અમિત અનિલભાઈ મેરાણી નામનો યુવાન તેની પત્ની રીટાબેન સાથે રાત્રિના તેના ઘરે જમવા બેઠા હતાં તે દરમિયાન અમિતની પ્રેમિકાનો પતિ વિજય વેલા રાઠોડ, યોગેશ પ્રેમજી રાઠોડ, દિપક સામત રાઠોડ, ધર્મેન્દ્ર કિશોર ડાભી (રહે. નવાગામ ઘેડ, જામનગર) નામના ચાર શખ્સો અમિતના ઘરે આવ્યા હતાં અને અમિતને ઢસડીને બહાર લઇ જઇ આડેધડ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. દરમિયાન અમિતને બચાવવા વચ્ચે પડેલી તેની પત્ની રીટાબેન ઉપર લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો. આમ ચાર શખ્સોએ દંપતી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

હુમલાના બનાવમાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ એસ.જી.જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular