Friday, May 8, 2026
Homeવિડિઓઘુમલી નજીક ટ્રક અને બાઇક અથડાતાં યુવકનું ઘટના સ્થળે મોત - VIDEO

ઘુમલી નજીક ટ્રક અને બાઇક અથડાતાં યુવકનું ઘટના સ્થળે મોત – VIDEO

અકસ્માતના બનાવની વિગત મુજબ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામમાં રહેતા આશિષ હેમતભાઇ ગોહિલ (ઉ.વ.18) અને કેવિન કિશોરભાઇ પરમાર (ઉ.વ. 18) નામના બન્ને યુવકો તેમના બાઇક પર આજે સવારે ભાણવડ તાલુકાના ઘુમલીથી મોડપર જવાના રોડ ઉપર ટીલટરનેશ પાસેથી પસાર થતા હતા ત્યારે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો.

- Advertisement -

આ અકસ્માતમાં આશિષ ગોહિલ નામના યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જ્યારે કેવિન પરમાર નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બનાવની જાણના આધારે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી યુવકના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular