Friday, May 8, 2026
Homeરાજ્યહાલારપ્રેમમાં નિરાશાથી નાશીપાસ યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

પ્રેમમાં નિરાશાથી નાશીપાસ યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

સિક્કા પાટિયા નજીક ઓરડીમાં ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઇ : મૃતકના પરિવારજનોને કરાઇ જાણ

જામનગર તાલુકાના સિકકા પાટિયા પાસે આવેલા નાગર્જુન પેટ્રોલ પંપ નજીક રૂમમાં ભાડે રહેતાં પરપ્રાંતિય યુવકએ પ્રેમમાં નાશીપાસ થતાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના રાજપુર તાલુકાના છીબો ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામના પાટિયા પાસે આવેલા શો રૂમની ઉપર ભાડે ઓરડીમાં રહેતા અને મજૂરીકામ કરતાં રામ મેકુલાલ સ્નેહી (ઉ.વ.22) નામના યુવકને કોઇ યુવતી સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમમાં યુવાનને નિરાશા મળતાં નાશીપાસ થઇ જવાથી ગુરૂવારે વહેલી સવારના સમયે તેની ઓરડીના પંખામાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે ભાનુ વર્મા નામના યુવાન દ્વારા જાણ કરાતા હે.કો. આર. એન. થાનકી તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular