ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામમાં રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં લોખંડના પાઇપમાં દોરી બાંધી ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતી ભાવિકાબા ચંદુભા ભાયાજી જાડેજા (ઉ.વ. 21) નામની ગરાસિયા યુવતીએ ગઈકાલે ગુરુવારે કોઈ કારણોસર પોતાના હાથે પોતાના ઘરના રૂમમાં લોખંડના પાઇપમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ હરદીપસિંહ નવુભા જાડેજાએ કરતાં સલાયા મરીન પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.


