કલ્યાણપુરના લાંબા ગામમાં રહેતાં મહિલાએ પોતાના સાસુના ઘરકામ બાબતેના કવેણથી કંટાળીને પોતાના ઘરે પાકમાં છાંટવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વધુ વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા કાજલબેન ભાવેશભાઈ ખીમાણંદભાઈ ગોજીયા નામના 23 વર્ષના પરિણીત મહિલાએ ગઈકાલે ગુરુવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક કાજલબેનને તેના સાસુ ઘરકામ બાબતે સંભળામણી કરતા હોય, જે બાબત તેણીથી સહન ન થતા ગુસ્સામાં આવીને તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગે કલ્યાણપુર પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડે તપાસ હાથ ધરી છે.


