Monday, May 4, 2026
Homeરાજ્યજામનગરપશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પરિણામોને લઇ જામનગરમાં ભાજપનો વિજયોત્સવ - VIDEO

પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પરિણામોને લઇ જામનગરમાં ભાજપનો વિજયોત્સવ – VIDEO

શહેર ભાજપ પ્રમુખ સહિતના મહિલાઓ દ્વારા ગરબે રમી ઉજવણી

પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં જાહેર થયેલ ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતાપાર્ટીનો ભવ્ય વિજય થતાં જામનગર સહિત દેશભરમાં ભાજપામાં ઉજવણીનો માહોલ છવાયો હતો. પશ્ચિમ બંગાળમાં ભાજપે ઇતિહાસ રચતાં જામનગર (શહેર) ભાજપ કાર્યાલય ખાતે આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપાના વિજયોત્સવમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી તેમજ શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, ભાવેશભાઇ ઠુમ્મર સહિતના હોદેદારો, અગ્રણીઓ, કાર્યકરો, મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિજયની ઉજવણી કરી હતી. કાર્યકરોએ ફટાકડા ફોડી, મ્હોં મીઠાં કર્યાં હતાં. તેમજ મહિલાઓએ ગરબા રમી પશ્ચિમ બંગાળના ભવ્ય વિજયને વધાવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular