Monday, May 4, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સામાન્ય બોલાચાલીમાં યુવાન ઉપર કાતરથી હુમલો

જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં યુવાન ઉપર કાતરથી હુમલો

જામનગરના નવાગામ (ઘેડ), ઇન્દિરા સોસાયટીમાં સામાન્ય બાબતે બોલાચાલી દરમ્યાન એક શખ્સે યુવાન ઉપર કાતર વડે હુમલો કરતાં ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગરના નવાગામ (ઘેડ), ઇન્દિરા સોસાયટી, શેરી નંબર 6/બી પાસે રહેતાં વિશાલ જયચંદ્ર ચૌહાણ નામના યુવાન ગત્ તા. 01ના સાંજના સમયે તેનું ઘર બદલાવવા માટે સામાન પેક કરી રહ્યો હતો. ત્યારે તેની સામેના મકાનમાં તેમના સસરાના મકાનની છત ઉપર ફરિયાદીના પત્ની ફોનમાં મેસેજમાં વાત કરતી હોય જેથી ફરિયાદી તેની બાજુની વાળંદની દુકાનમાં કામ કરતાં પ્રતિક પ્રકાશ બાબર પાસે જઇ તેનો મોબાઇલ માંગતા તેણે મોબાઇલ ન આપી ઉશ્કેરાઇ જઇ ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી અને વાળ કાપવાની કાતર લઇ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે વિશાલભાઇ દ્વારા સિટી ‘બી’ ડિવિઝનમાં પ્રતિક પ્રકાશ બાબર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular