Sunday, April 26, 2026
Homeવિડિઓકેબિનેટ મંત્રીએ પોતાના વતન પોરબંદરમાં પરિવાર સાથે કર્યું મતદાન - VIDEO

કેબિનેટ મંત્રીએ પોતાના વતન પોરબંદરમાં પરિવાર સાથે કર્યું મતદાન – VIDEO

જામનગર સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વતન પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામે લોકશાહીના મહાપર્વમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવતા પરિવાર સાથે મતદાન કર્યુ હતું. તેમણે સામાન્ય મતદારની જેમ અન્ય મતદારોની સાથે લાઈનમાં ઉભા રહીને જ મતદાનની ફરજ નિભાવી હતી. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીનું સાચું બળ મતદારોમાં નિશ્ચિત કરે છે અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો એ તેમની નૈતિક જવાબદારી છે.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણા ગામ અને શહેરોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી યોગ્ય પ્રતિનિધિઓની પસંદગી માટે સૌએ મતદાનમાં ભાગ લેવો જોઈએ.
આ સાથે તેમણે તમામ મતદારોને અચૂક મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવા સહભાગી બનવા વિનંતી કરી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular