Wednesday, August 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરના 487મા સ્થાપના દિવસે મેયરના હસ્તે ખાંભીપૂજન - VIDEO

જામનગરના 487મા સ્થાપના દિવસે મેયરના હસ્તે ખાંભીપૂજન – VIDEO

જામનગરના 487મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સવારે દરબારગઢ ખાતે દિલાવર સાયકલ સ્ટોર્સમાં આવેલી ખાંભીનું પરંપરાગત રીતે મેયરના હસ્તે ખાંભીપૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ખાંભીપૂજન બાદ જુદી જુદી પ્રતિમાઓને ફૂલહાર વિધિ કરવામાં આવી હતી.

- Advertisement -

487મા જામનગરના સ્થાપના દિવસ નિમિત્તે આજે મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત રીતે સવારે 9.00 વાગ્યે શહેરના દરબારગઢ વિસ્તારમાં આવેલા દિલાવર સાયકલ સ્ટોર્સ ખાતે ખાંભીપૂજન કરવામાં આવ્યું હતું. આ ખાંભીપૂજન જામનગરના મેયર મોનીકાબેન વ્યાસના હસ્તે કરાયું હતું. ત્યારબાદ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપા અધ્યક્ષ બીનાબેન કોઠારી અને સ્ટે. ચેરમેન ધીરેન મોનાણી તથા કલેક્ટર પી. બી. પંડયા અને કમિશનર દિપેશ કેડિયા દ્વારા ખાંભીપૂજન કરવામાં આવ્યું હતું. આ ખાંભીપૂજન કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષ નેતા અમર મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઇ કકનાણી દ્વારા વિધિવત ખાંભીપૂજન સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાના હોદેદારો દ્વારા તળાવની પાળ અને લાલ બંગલા સર્કલ ખાતે આવેલી જુદી જુદી પ્રતિમાઓનેે ફૂલહાર વિધિ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

આજે 487મા સ્થાપના દિવસ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા ઓપન જામનગર પ્રશ્નોત્તરી કાર્યક્રમનું સાંજે 6.00 વાગ્યે એમ. પી. શાહ જામનગર મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશ્નોત્તરીમાં જામનગરના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા અંગેના પ્રશ્નોના ઉત્તરમાં પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular