શ્રાવણ સુદ સાતમ એટલે કે જામનગરનો સ્થાપના દિવસ આજે જામનગરનો 487મો સ્થાપના દિવસ છે.
જામનગરના સ્થાપના દિવસ નિમિતે જામનગર મહાનગર પાલિકા દ્વારા ખાંભી પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા પણ આજરોજ જામનગરના સ્થાપના દિન નિમિતે દિલાવર સાયકલ સ્ટોર્સ ખાતે ખાંભી પૂજન કર્યુ હતું. જામનગરના દરબારગઢ પાસે આવેલ નાના આશાપુરા મંદિરે રાજપૂત સમાજના અગ્રણીઓ એકઠા થઇ ખાંભી પૂજન માટે પહોંચ્યા હતાં. પૂર્વ રાજ્યમંત્રી અને રાજપૂત સમાજના અગ્રણી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પ્રવિણસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જગદિશસિંહ જાડેજા સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓ તથા રાજપૂત યુવા સંઘના હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram


