Sunday, April 26, 2026
Homeરાજ્યજામનગર117 વર્ષની વયે મતદાન કરી પ્રેરણા પુરૂ પાડતા વૃદ્ધા - VIDEO

117 વર્ષની વયે મતદાન કરી પ્રેરણા પુરૂ પાડતા વૃદ્ધા – VIDEO

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મતદારોમાં ઉત્સાહ છવાયો છે. યુવાનોથી લઇ વડીલો પોતાના મતાધિકારની ફરજ નિભાવી લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળે છે તો બીજી તરફ મોટી ઉંમરના વડીલો પણ પોતાની ફરજ બજાવવા મતદાન મથકે પહોંચી રહ્યા છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુરમાં ધનુબેન માવજીભાઈ રમાણી 117 વર્ષની વયે મતદાન કરવા પહોંચ્યા હતાં અને આટલી મોટી ઉંમરે પણ જીવન પ્રત્યે ઉત્સાહ અને જીજ્ઞાસા જાળવી અન્ય મતદારો માટે જીવંત ઉદાહરણ આપ્યું હતું.

- Advertisement -

 

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular