જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં માર્કેટિંગ યાર્ડ રોડ પર એક અકસ્માતનો બનાવ બન્યો હતો, અને બેફામ ગતિથી આવેલા કાર ચાલકે એક બસને ઓવરટેક કરવાની લહાયમાં પોતાની કાર રોડથી નીચે ઉતારી દીધી હતી, જ્યાં શેરડીના રસનો ચિચોડો હતો, અને ત્યાં કેટલાક વ્યક્તિઓ શેરડીનો રસ પી રહ્યા હતા. જેઓને ઠોકરે ચડાવ્યા બાદ કારને જમ્પ કરાવીને નીચે ખાડામાં ઉતરી ગયો હતો.
View this post on Instagram


