જામનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વધુ બે પ્રોહિ. બૂટલેગરો વિરૂઘ્ધ કરાયેલી પાસાની દરખાસ્ત કલેક્ટરએ મંજૂર કરતા એલસીબીએ બન્નેની ધરપકડ કરી એકને સાબરમતિ મધ્યસ્થ અને બીજાને વડોદરા ખાતેની મધ્યસ્થ જેલમાં ધકેલી દીધા છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિકકા નગરપાલિકાના ચૂંટણીઓના પ્રચાર-પ્રસાર જોર શોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ વી. ડી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકિયા તથા જોડિયા પીઆઇ પી. એન. ખાચર તથા સ્ટાફના મેશુરભાઇ શિયાર, રોહિતભાઇ ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા જામનગરના વિકટોરિયા પૂલ પાસે આવેલા ભારતવાસમાં શેરી નંબર પાંચમાં રહેતાં કિશન નાથા ગીગડ અને જોડિયા તાલુકાના હડિયાણા ગામના જેઠા કરમશી જુથર નામના બે શખ્સો વિરૂઘ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.
આ દરખાસ્ત એલસીબી દ્વારા કલેકટર સમક્ષ મૂકવામાં આવતાં કલેક્ટર પી. બી. પંડયા દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે કિશન નાથા ગીગડ અને જેઠા કરમશી જુથર નામના બન્ને બૂટલેગરોની ધરપકડ કરી કિશનને અમદાવાદની સાબરમતિ મધ્યસ્થ જેલમાં અને જેઠાને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.


