આ અકસ્માતમાં ત્યાંથી પસાર થતી ટેમ્પો ટ્રાવેલરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં ટ્રાવેલર પલ્ટી મારી હતી. જેમાં ટ્રાવેલર પલ્ટી ખાઇ જતાં અંદર બેઠેલા લોકોને ઇજા પહોંચી હતી. જેમાં અકસ્માત બાદ સ્થળ પર પહોંચી જઇ પાંચ ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતાં. જે પૈકીના દિવ્યાબેન (ઉ.વ.35), મોના શ્રીવાસ્તવ (ઉ.વ.40), રાહુલ (ઉ.વ.40) નામના ત્રણ સહિતના પાંચ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તો પૈકીના બે વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા.
View this post on Instagram


