એલસીબીની ટીમનો દરોડો : 72 બોટલ દારૂ અને કાર તથા મોબાઇલ કબ્જે : દારૂ સપ્લાયરનું નામ ખુલ્યુ
જામનગરના હાપામાં આવેલા આવાસના ગેટ પાસેથી એલસીબીની ટીમએ કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા. 86,400ની કિંમતની 72 બોટલ દારૂ અને મોબાઇલ ફોન તથા કાર સહિતના મુદ્ામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
આ દરોડાની વિગત મુજબ જામનગરના હાપામાં આવેલા આવાસ પાસે કારમાં દારૂનો જથ્થો પસાર થવાની એલસીબીના ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર તથા મયુદીન સૈયદને સંયુકત મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
આ વોચ દરમ્યાન વોચ દરમ્યાન એલસીબીની ટીમએ જામનગરના હાપા ખાતે આવેલા રંગમતી આવાસના ગેટ પાસે પોલીસે પસાર થતી સ્વિફ્ટ કારની તલાશી લેતા કારમાંથી રૂા. 86,400ની કિંમતની 72 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવતાં જામનગરના હાપામાં આવેલા ટાટા વર્કશોપ પાસેના રંગમતી આવાસની વિંગ ‘સી-3’માં બ્લોક નંબર 603માં રહેતા વિવેક જયરાજભાઇ ચૌહાણને ઝડપી લઇ દારૂ ઉપરાંત રૂા. 500ની કિંમતનો એક નંગ મોબાઇલ, સ્વિફટ કાર રૂા. 30 હજાર મળી કુલ રૂા. 3,86,900નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો જામનગરના માનવ રાઠોડ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફિયત આપી હતી. પોલીસે આ કેફિયતના આધારે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


