જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં મતદાન પૂર્વે જ ભાજપાએ વિજયના શ્રીગણેશ કરી લીધા છે. વોર્ડ નં.14ના ભાજપાના મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકનો ચુંટણીનો જંગ ચાલી રહ્યો છે. આજે ફોર્મ ભરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને આગામી તા.26 એપ્રિલના રોજ 64 બેઠકોનું મતદાન યોજાનાર છે પરંતુ મતદાન યોજાઇ તે પૂર્વે જ જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજયનું ખાતુ ખોલાવી લીધુ છે. વોર્ડ નં.14ના ભાજપાના ઉમેદવાર અને મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ રીટાબેન જોટંગીયાને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. સાંજે તેમને ચુંટણી અધિકારી દ્વારા વિધીવત રીતે વિજેતાનું પ્રમાણપત્ર આપી બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતાં. આ તકે તેમની સાથે જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી તથા વોર્ડ નં.14ના ભાજપાના અન્ય ઉમેદવાર મનીષભાઇ કટારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને વિજેતાને શુભેચ્છાઓ પાઠવી હતી.
View this post on Instagram


