Saturday, March 28, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીઓને ઇજા

ખંભાળિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીઓને ઇજા

ધરમપુર પાસે અકસ્માત : નંબરપ્લેટ વગરના બાઇકચાલકે સર્જ્યો અકસ્માત : અકસ્માતમાં બે વિદ્યાર્થી અને એક યુવાન ઇજાગ્રસ્ત : પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી

ખંભાળિયાના ધરમપુર પાસે ગઇકાલે મોટરસાયકલ પર જઇ રહેલા બે વિદ્યાર્થીઓને પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા નંબરપ્લેટ વગરના મોટરસાયકલ ચાલકે ઠોકરે ચઢાવી હડફેટ લેતાં બન્ને વિદ્યાર્થીઓને ગંભીર ઇજા થવા પામી હતી. આ અકસ્માતમાં નંબરપ્લેટ વગરની બાઇકના ચાલકને પણ ઇજા થતાં ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયા-જામનગર હાઈવે પર ધરમપુર વિસ્તારમાં આઈટીઆઈ કોલેજમાંથી ગઈકાલે જી.જે. 37 કે. 8255 નંબરના મોટરસાયકલ પર બેસીને નીકળેલા વિદ્યાર્થી કેવલભાઈ વિનોદભાઈ નકુમ (ઉ.વ. 20) તથા તેના મિત્ર હર્ષિતભાઈ ગોજીયાના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા નંબરપ્લેટ વગરના એક મોટર સાયકલના ચાલક હર્ષ રામાભાઈ નંદાણીયા (રહે. યોગેશ્વરનગર, ખંભાળિયા)એ અકસ્માત સર્જતા બંને વિદ્યાર્થીઓ કેવલ અને હરસીતભાઈ ગોજીયાને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ત્યારબાદ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નંબરપ્લેટ વગરના મોટરસાયકલ ચાલક હર્ષ નંદાણીયાને પણ ઇજાગ્રસ્ત થવાથી તેને વધુ સારવારઅર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે કેવલભાઇની જાણના આધારે નંબરપ્લેટ વગરની બાઇકના ચાલક હર્ષ નંદાણિયા વિરૂઘ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular