છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગરમાં આજે રામનવમીના પવિત્ર પર્વને લઇ રામભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. વિશ્વ વિખ્યાત બાલાહનુમાન સંર્કિતન મંદિર ખાતે આજરોજ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના પર્વને લઇ વહેલી સવારથી જ રામભકતો બાલાહનુમાન મંદિરે દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટયા હતાં. અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

બાલા હનુમાન મંદિરે રામનવમી નિમિતે આરતી સહિતના વિવિધ આયોજનો થયા હતાં. આ તકે બાલા હનુમાન સંકીર્તન મંદિરના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત બપોરબાદ હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા આયોજીત રામ સવારીનો બાલાહનુમાન મંદિરેથી પ્રારંભ થશે. રામસવારીનું રાજમાર્ગ ઉપર વિવિધ સ્થળે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જેની તૈયારીને પણ આખરીઓપ અપાઇ રહ્યો છે.
View this post on Instagram


