Thursday, March 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વિધવા મહિલાની નિર્મમ હત્યાથી અરેરાટી - VIDEO

જામનગરમાં વિધવા મહિલાની નિર્મમ હત્યાથી અરેરાટી – VIDEO

ત્રણ સંતાનોની માતાનો મૃતદેહ સાંપડયો : પતિના અવસાન બાદ ત્રણ સંતાનો સાથે રહેતી : પોલીસે હત્યારાના ઘરમાંથી મૃતદેહનો કબ્જો સંભાળ્યો

જામનગર શહેરની ડિફેન્સ કોલોનીમાં રહેતી અને મથુરાની વતની એવી ત્રણ સંતાનોની વિધવા માતાનો મૃતદેહ તેના રહેણાંક મકાનની પાછળ રહેતાં શખ્સના મકાનમાંથી મળી આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ મૂળ મથુરાના વતની અને હાલ જામનગર શહેરની ડિફેન્સ કોલોની, શેરી નંબર 2 માં રહેતી રિન્કીદેવી બન્ટુસિંહ કઠેરિયા નામની મહિલાના પતિ બન્ટુસિંહનું વર્ષ 2021માં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. લગ્નજીવન દરમ્યાન દંપતિને રોહિત (ઉ.વ.19), નીતિન (ઉ.વ.17) અને અંજલિ કઠેરિયા (ઉ.વ.6) નામના ત્રણ સંતાનો સાથે રહે છે. દરમ્યાન પતિના નિધન બાદ વિધવા રિન્કીદેવી નાઘેડી ગામમાં આવેલી દવાની ફેકટરીમાં કામ કરી જીવનનિર્વાહ કરતી હતી. દરમ્યાન બે દિવસ પહેલાં વિધવા મહિલા એકાએક લાપત્તા બની ગઇ હતી. લાપત્તા થયેલી માતાની સંતાનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ માતાનો કોઇ પત્તો મળ્યો ન હતો. જેથી સંતાનો દ્વારા પોલીસમાં ગૂમનોંધ લખાવવામાં આવી હતી.

- Advertisement -

દરમ્યાન મહિલાનો મૃતદેહ તેણીના રહેણાંક મકાનની પાછળના વિસ્તારમાં રહેતા વિજય ઓડિચ નામના શખ્સના ઘરમાં હોવાની જાણના આધારે સિટી ‘સી’ ડિવિઝનના પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ વિધવા મહિલાનો હત્યા નિપજાવેલો મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં વિધવા મહિલાની હત્યા વિજય ઓડિચ નામના શખ્સએ નિપજાવી હોવાનું ખુલતા પોલીસે વિજયની ઓડિચ નામના શખ્સની અટકાયત કરી હત્યારાએ કયા કારણોસર અને કેવી રીતે મહિલાની હત્યા નિપજાવી હતી? કેમ કે, વિધવા મહિલાની હત્યા પાછળ શું અનૈતિક સંબંધો જવાબદાર છે કે અન્ય કોઇ કારણસર હત્યા નિપજાવવામાં આવી છે તે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular