Thursday, March 26, 2026
Homeરાજ્યજામનગરરામનવમી નિમિતે જામનગરમાં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા યોજાઇ - VIDEO

રામનવમી નિમિતે જામનગરમાં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા યોજાઇ – VIDEO

જામનગર સહિત હાલાર પંથકમાં આજરોજ પ્રભુશ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

રામ જન્મોત્સવ સમિતિ જામનગર દ્વારા આજરોજ રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનો સવારે રામેશ્વર મહાદેવ મંદિર રામેશ્વર ચોકથી પ્રસ્થાન થયું હતું. ત્યારબાદ વિકાસ રોડ, ડીકેવી સર્કલ, દાંડીયા હનુમાન, ગુરૂદ્વારા ચોકડી, લીમડા લાઇન, આણદાબાવા આશ્રમ, બેડી ગેઇટ, કેવી રોડ, સુભાષ બ્રિજ સહિતના રાજમાર્ગો પર ફરી રાજપાર્ક હઠિલા હનુમાન મંદિરે પુર્ણ થશે. આ શોભાયાત્રાના પ્રારંભે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગર અધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, પૂર્વ કોર્પોરેટર સુભાષભાઇ જોષી, પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા, ભરતભાઈ ફલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રામાં રામભકતો જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular