Tuesday, March 24, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં અમૂલ પાર્લરમાં ચોરી

જામનગર શહેરમાં અમૂલ પાર્લરમાં ચોરી

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં આવેલા અમૂલ પાર્લરમાં માતાજી માટે એકઠી કરેલી રોકડ રકમ, ચાંદીનો સિક્કો અને મોબાઇલ ફોન તસ્કરો ચોરી કરી ગયા હતા.

- Advertisement -

આ ચોરીની વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ 58માં આવેલા શ્રી મોગલમા આઇસક્રીમ પાર્લર નામના અમૂલના રિટેઇલ પાર્લરમાં ગઇકાલે તસ્કરો ત્રાટકયા હતા અને માતાજી માટે એકઠી કરીને રખાયેલી પરચૂરણ સહિતની રોકડ રૂા. 15 હજારની રોકડ, શકન માટે રાખેલો ચાંદીનો સિક્કો, રૂા. 3500ની કિંમતનો મોબાઇલ ફોન અને રૂા. 800ની કિંમતનું બ્લૂ ટૂથ સ્પીકર સહિતની માલમત્તા ચોરી કરી ગયા હતા. આ ચોરી અંગે પાર્લરના માલિક નિખિલ ગિરીશભાઇ કટારમલ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular