Tuesday, February 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરની 80 વર્ષીય દાદીમાની અડગ શ્રદ્ધા - VIDEO

જામનગરની 80 વર્ષીય દાદીમાની અડગ શ્રદ્ધા – VIDEO

છ વર્ષથી અવિરત દ્વારકા પદયાત્રા, કૃષ્ણ ભક્તિમાં પોતાનુ નામ પણ ભૂલ્યાં

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધા દાદીમાની અડગ આસ્થા અને અખંડ શ્રદ્ધા સૌને પ્રેરણા આપે છે. વધતી વય હોવા છતાં છેલ્લા છ વર્ષથી તેઓ દર વર્ષે પગપાળા પવિત્ર ધામ દ્વારકા સુધી પદયાત્રા કરે છે.

- Advertisement -

શારીરિક વય 80 વર્ષ, પરંતુ મનમાં અઢળક ઉમંગ અને હૃદયમાં માત્ર શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ. દાદીમા કૃષ્ણ નામના સ્મરણમાં એટલા લીન રહે છે કે ઘણીવાર પોતાનું નામ પણ ભૂલી જાય છે. તેમના માટે જીવનનો એકમાત્ર આધાર અને આનંદનો સ્ત્રોત ભગવાન શ્રીકૃષ્ણ છે.

- Advertisement -

દર વર્ષે પદયાત્રા શરૂ કરતાં પહેલાં તેઓ ભગવાનના દર્શનનો સંકલ્પ લે છે અને “જય દ્વારકાધીશ”ના જયઘોષ સાથે યાત્રા આરંભે છે. રસ્તામાં મળતા લોકો પણ તેમની આ ભક્તિ જોઈ આશ્ચર્યચકિત બની જાય છે અને આશીર્વાદ લેવા રોકાય છે.

સ્થાનિક લોકો જણાવે છે કે દાદીમાની આ અડગ શ્રદ્ધા યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે. આજના સમયમાં જ્યાં નાની અડચણમાં લોકો હિંમત હારી જાય છે, ત્યાં 80 વર્ષની વયે દાદીમાની આ પદયાત્રા અડગ મનોબળ અને સચ્ચી ભક્તિનો જીવંત ઉદાહરણ છે.

- Advertisement -

ભક્તિ, સંકલ્પ અને શ્રદ્ધાનો આ અનોખો સંદેશ ગોકુલનગરથી દ્વારકા સુધી ગુંજતો રહે છે — અને દાદીમાની આ પદયાત્રા સૌના હૃદયમાં ભક્તિની જ્યોત પ્રગટાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular