Tuesday, February 24, 2026
Homeરાજ્યહાલારભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં દેશી દારૂ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં સોમવારે સવારના સમયે એસપી તથા ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આ પ્રકરણમાં રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને ડીવાયએસપી વી.પી. માનસેતાની ખાસ ઉપસ્થિતિમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે સરવૈયા અને ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ તેમની ટીમ દ્વારા બરડા ડુંગર વિસ્તારના પ્રોહિબિશન અંગેનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન એલ.સી.બી. અને ભાણવડ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે બરડા ડુંગરમાં ધામણીનેશ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ પાણીના ઝરના કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી.

જેમાં સુકા પરબત મોરી દ્વારા ચલાવવામાં આવતી ભઠ્ઠીમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો 3,000 લીટર આથો તેમજ અન્ય એક શખ્સ ભાયા વાઘા રબારી દ્વારા ચલાવતી ભઠ્ઠીમાંથી 1800 લિટર દારૂનો આથો મળી આવ્યો હતો. આમ, કુલ રૂપિયા 1,20,000ની કિંમતનો 4,800 લિટર દારૂનો આથો કબજે કરી, આ અંગેની કાર્યવાહીમાં આ બંને શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

પોલીસ દરોડાની જાણ થતા બંને આરોપીઓ જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયા હતા. જે અંગે ભાણવડ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસપી તથા ડીવાયએસપીની ઉપસ્થિતિમાં પી.આઈ. બી.જે. સરવૈયા અને સી.એલ. દેસાઈ, પી.એસ.આઈ. એમ.એલ. પુરોહિત, ખીમાભાઈ કરમુર, શક્તિસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular