Monday, February 23, 2026
Homeરાજ્યહાલારબે કરોડના એંબરગ્રીસના જથ્થા સાથે સિક્કાનો શખ્સ ઝડપાયો

બે કરોડના એંબરગ્રીસના જથ્થા સાથે સિક્કાનો શખ્સ ઝડપાયો

એસઓજીની ટીમનો દરોડો : રૂા. 2,06,90,000ની કિંમતનો 2.069 કિ.ગ્રા. જથ્થો કબ્જે : વ્હેલી માલીની ઉલટી (એંબરગ્રીસ)નો જથ્થો પરિક્ષણ માટે મોકલાયો

જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતાં શખ્સના મકાનમાં વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો પડયો હોવાની બાતમીના આધારે એસઓજીએ રેઇડ દરમ્યાન બે કરોડની કિંમતની એંબરગ્રીસના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં નાઝ સિનેમા પાછળના ઇમામ ચોકમાં રહેતાં શખ્સના મકાનમાં વ્હેલ માછલીની ઉલટી (એંબરગ્રીસ)નો જથ્થો હોવાની બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયૂરરાજસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ બી. એન. ચૌધરી, પીએસઆઇ એ.વી. ખેર અને એલ. એમ. જેર તથા સ્ટાફએ ઇમરાન દાઉદ ભાયા (ઉ.વ.37)ના રહેણાંક સ્થળે રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન મકાનના રસોડામાં રાખેલી રૂા. 2,06,90,000ની કિંમતની 2 કિલો 069 ગ્રામ વજનની વ્હેલી માછલીની ઉલટી (એંબરગ્રીસ)નો જથ્થો મળી આવતાં પોલીસે ઇમરાનની ધરપકડ કરી શક પડતો એંબરગ્રીસનો જથ્થો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી અને આ એંબરગ્રીસનો જથ્થો પરિક્ષણ માટે એફ.એસ.એલ.માં મોકલવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular