Friday, February 20, 2026
Homeરાજ્યગુજરાતકાર્યપાલક ઇજનેર વતી ચાર લાખની લાંચ પત્રકારએ લીધી

કાર્યપાલક ઇજનેર વતી ચાર લાખની લાંચ પત્રકારએ લીધી

એસીબીની શંકા જતાં પત્રકાર રકમ લઇને ફરાર : સુરત એસીબી દ્વારા કાર્યવાહી : બાંધકામ નહીં તોડવા માટે 21 લાખની લાંચમાં 15 લાખ આપવાનું નક્કી : પ્રથમ હપ્તો 4 લાખનો દેતાં સમયે એસીબીની રેઇડ

સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં મનાઇહુકમની નોટીસ બાદ ડીમોલેશન નહીં કરવાના અવેજ પેટે કાર્યપાલક ઇજનેર વત્તી રૂપિયા ચાર લાખની લાંચ લેતાં પત્રકારને સુરત એસીબીની ટીમએ રંગેહાથ ઝડપી લઇ બે વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ સુરતના સંતોષ સબઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 134/135ના પ્લોટધારકને મહાપાલિકાના અધિકારી દ્વારા ગત્ તા. 10 નવેમ્બરના રોજ મનાઇહુકમની નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ આ સ્થળે ગત્ તા. 13 ફેબ્રુઆરીના રોજ નોટીસ ચોંટાડી ડિમોલીશનનું કામ કરવા પેટે રૂા. 1,70,000 વસૂલવામાં આવ્યા હતા. આ બાંધકામ નહીં તોડવા માટે સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનના વર્ગ 1ના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંત ગણેશવાલા દ્વારા તેના ખાસ માણસ મહમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ (પત્રકાર નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબાર) દ્વારા જાગૃત નાગરિકને અવારનવાર રૂબરૂ મળી બાંધકામ નહીં તોડવાના પેટે રૂા. 21 લાખની લાંચની માંગણી કરી હતી અને જાગૃત નાગરિક સાથે વાતચિત અને રકઝકના અંતે કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક ચર્ચા બાદ રૂા. 15 લાખ આપવાનું નક્કી કરાયું હતું.

આ 15 લાખની લાંચ પેટેના રૂા. 4 લાખ તા. 19ના રોજ આપવાના અને બાકીના રૂા. 11 લાખ સોમવાર સુધી ચૂકવવાની વાતચિત થઇ હતી. દરમ્યાન જાગૃત નાગરિકને લાંચની રકમ ચૂકવવી ન હોય જેથી સુરત એસીબી વડોદરાના નાયબ નિયામક આઇપીએસ બલદેવ દેસાઇની સૂચનાથી મદદનિશ નિયામક આર. આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે. જે. ધડુક તથા સ્ટાફએ છટકું ગોઠવી સુરતના સલાબતપુરા વિસ્તારમાં આંજણા ઇન્ડસ્ટ્રીયલ રઘુકુલ માર્કેટ પાસે, 104 શાંતિનગરમાં આવેલી નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઓફિસમાં રેઇડ કરી હતી. જ્યાં પત્રકાર મહમદ ઇસ્માઇલને શંકા જતાં લાંચની 4 લાખની રકમ સ્વીકારીને નાશી ગયો હતો. ત્યારબાદ એસીબીએ કાર્યપાલક ઇજનેર અને પત્રકાર વિરૂદ્ધ ગુનો નોંધી બન્નેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular