જામજોધપુર તાલુકાના પાટણ ગામના વાડી વિસ્તારમાં રહેતાં ખેડૂત યુવાનને 12 વર્ષથી થયેલી માનસિક બિમારીની સારવાર છતાં તબિયતમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળી શરીર પર પેટ્રોલ છાંટી સળગી જતાં મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતાં અને ખેતી કરતાં ગીગાભાઇ કરશનભાઇ તરખાલા (ઉ.વ.45) નામના યુવાનને છેલ્લા 12 વર્ષથી માનસિક બિમારી થઇ હતી. આ બિમારીની સારવાર ચાલુ હોવા છતાં તબિયતમાં કોઇ સુધારો ન થતો હોવાથી જિંદગીથી કંટાળી મંગળવારે બપોરના સમયે વિજય હનુમાન મંદિરની સામે, ધૂળિયા રસ્તા ઉપર શરીરે પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી જાત જલાવી હતી. ત્યારબાદ ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકની પત્ની દેવીબેન દ્વારા જાણ કરાતા હે.કો. ડી. એમ. કંચવા તથા સ્ટાફએ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણમાં માનસિક બિમારીથી કંટાળી ખેડૂત યુવાને જાત જલાવી
12 વર્ષની માનસિક બિમારીની સારવાર : તબિયતમાં સુધારો ન થતાં આયખું ટૂંકાવ્યું : પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ


