Monday, March 2, 2026
Homeરાજ્યગુજરાતકેન્દ્રીય બજેટ વિકાસલક્ષી અને પ્રગતિલક્ષી : સાંસદ પૂનમબેન માડમ - VIDEO

કેન્દ્રીય બજેટ વિકાસલક્ષી અને પ્રગતિલક્ષી : સાંસદ પૂનમબેન માડમ – VIDEO

તાજેતરમાં કેન્દ્રીય નાણાંમંત્રીએ રજૂ કરેલ કેન્દ્રીય બજેટ પ્રગતિલક્ષી અને વિકાસલક્ષી બજેટ હોવાનું સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું તેમજ દરેક ક્ષેત્ર દરેક લોકોને આવરી લેતું બજેટ હોય જામનગરના બ્રાસ ઉદ્યોગને પણ ફાયદો થશે તેમ જણાવી જામનગરના ઠઇંઘ ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશ્નલ મેડીસીન માટે નાણાકીય જોગવાઇ કરવા બદલ તેમણે વડાપ્રધાન અને નાણામંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. સાંસદ, ધારાસભ્યો, શહેર જિલ્લા ભાજપા પ્રમુખ સહિતના પત્રકાર પરીષદમાં ઉપસ્થિત રહ્યા હતાં. સંસદમાં કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયા બાદ ગઇકાલે જામનગર શહેર જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરીષદ યોજાઇ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ પ્રગતિલક્ષી અને વિકાસલક્ષી બજેટ હોવાની સાથે દરેક લોકોને આવરી લેતું બજેટ છે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૃઢ અને દુરંદેશી નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષે 2026-27 માટેનું રૂ. 53.5 લાખ કરોડનું બજેટ ગતરોજ કર્તવ્ય ભવનમાં રજૂ થયું.કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણજીએ સતત નવમી વખત દેશનું બજેટ રજૂ કરીને ઇતિહાસરચ્યો. આ ઘટના દેશની નારીશક્તિનું સશકત પ્રતિબિંબ રજૂ કરે છે.

- Advertisement -

કર્તવ્ય ભવનમાં રજૂ થયેલું આ પ્રથમ બજેટ દેશની વિકાસયાત્રામાં એક નવી દિશા દર્શાવતું તેમજ વિકસિત ભારત (6 2047 અને આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ અગ્રેસર બનાવતુ બજેટ છે. આ બજેટ ત્રણ કર્તવ્યો જેમ કે, દેશના આર્થિક વિકાસને ઉત્તેજન, નાગરિકોની આશા આકાંક્ષાઓની પૂર્ણતાઅને વિકાસના લાભો સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવાના સંકલ્પ પર આધારિત છે. આ બજેટ દેશની યુવાશકિત, નારીશક્તિ, કિસાનશક્તે, શ્રમિક શક્તિ તેમજ ઉદામી શક્તિને કેન્દ્રમાં રાખતું અને યુવાશક્તિ ડ્રિવન બજેટ છે.

રૂ. 53.5 લાખ કરોડના આ સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં, મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફાાસ્ટ્રક્ચર, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજીસ્ટિક અને કનેક્ટિવિટી સંસ્કૃતિ, પર્યટન અને વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્ર, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સંરક્ષણ, સ્પોર્ટ્સ, ખજખઊ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, અઈં નો સકારાત્મક ઉપયોગ સહિત દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ જરૂરી તમામ વિષયો પર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિવિધ જાહેરાતોનો લાભ ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ઉદ્યોગકારો સહિત નાગરિકોને પ્રત્યેક્ષ કે પરોક્ષ રૂપે મળવાનો છે.

- Advertisement -

આ બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્ર માટે જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતમાં સ્થિત લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થાનોના વિકાસની જોગવાઈ, ખજખઊ સેકટર માટે 200 ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે, ગુજરાત એક પ્રકારે ખજખઊ ઉદ્યોગોનું હબ છે.

ગુજરાતમાં 7 લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી હોવાથી ગુજરાતના ઉદ્યોગકારોને આ ક્ષેત્રે કરાયેલી મહત્વપૂર્ણ જાહેરાતોથી લાભ થશે, પૂર્વ ભારતના દાનકુની થી સુરત સુધીનો ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર, જામનગરમાં સ્થિત 5/10 ના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય, ગુજરાત સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડમાં હંમેશા અગ્રેસર રહ્યું છે આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ, માટે જાહેર થયેલા પ્રોત્સાહનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે., ગિફ્ટ સિટીમાં આવેલ 1-58 મા કંપનીઓ માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલીડે લંબાવવામાં આવ્યો છે, જેના પરિણામે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને મોટી માત્રામાં રોજગારીની તકો સર્જાશે. દેશના ર0 આઈકોનિક સ્થળોએ ટુરીસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક પ્લેસીસમાં પણ સ્થાનિક રોજગારીની તકો વધશે.

મહિલાઓના સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ’શી માર્ટ્સ’ શરૂ કરાશે., મહિલા સ્વસહાય જૂથોને વધુ નાણાકીય સહાય અને તાલીમ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં 10 કરોડ થી વધુ મહિલાઓ સ્વ સહાય જૂથો સાથે જોડાયેલી છે. શિટ્લવણ અને રોજગાર માટે અન્ય સ્થાને રહેતી મહિલાઓની સુરક્ષા માટે દરેક જિલ્લામાં મહિલા હોસ્ટલ બનાવાશે જે એક અંત્યંત મહત્વપૂર્ણ પગલું કહી શકાય. ભારતના /5/09એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટસ, ગેમિંગ અને કોમ્કીસ) ક્ષેત્રને પ્રોત્સાહન, એક અંદાજ મુજબ 2030 સુધીમાં ભારતના અટૠઈ ક્ષેત્રમાં 20 લાખ પ્રોફેશનલની જરૂરિયાત ઉભી થવાની શકયતા છે.,15,000 માધ્યમિક શાળાઓમાં અને 500 કોલેજોમાં ક્ધટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવાની જાહેરાત કરાઈ છે જેનાથી યુવાનોને ડિજિટલ અને ક્રિએટિવ ક્ષેત્રમાં તાલીમ અને રોજગાર માટે વિશાળ તક મળશે.

આરોગ્ય અને સંભાળ માટે કેન્સર સબંધિત 17 દવાઓ ઉપરથી ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય કરાયો છે. કેન્સર સહિત 7 થી વધુ ગંભીર બીમારીઓ માટેની દવાઓ સસ્તી થશે. દેશમાં પ રીઝનલ મેડિકલ હબના નિર્માણ થકી દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડિકલ ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવાશે. 3 આયુષ એઇમ્સ બનશે.

લોજીસ્ટિક અને પરિવહન માટે મોદીજીના પ્રધાનમંત્રી બન્યા બાદ દેશમાં લોજીસ્ટિક અને પરિવહન ક્ષેત્રે ખૂબ મોટા પરિવર્તન આવ્યું છે જેનાથી દેશના વિકાસને વધુ વેગ મળ્યો છે.

આ બજેટમાં 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર, રેર અર્થ મિનરલ કોરિડોર, ર0 નવા રાષ્ટ્રીય જળમાર્ગ, માઉન્ટેન ટ્રેન સહિતના પ્રકલ્પોનું નિર્માણ કરાશે.

મેક ઇન ઇન્ડિયા દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધે, ઘરેલુ ઉદ્યોગોનો વિકાસ થાય અને દેશની નિકાસ વધે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત પ્રયત્નશીલ છે., બજેટમાં, ઇન્ડિયન સેમિક્ધડક્ટર મિશન 2.0, બાયોફાર્માં શક્તિ મિશન, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ, પ નવા ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ, ખાદી,હાથશાળ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ’ ની પહેલ, કાપડ ક્ષેત્રે કૌશલ્ય ઇકો સિસ્ટમને વેગ આપવા સમર્થ 2.0 મિશન, કુદરતી માનવનિર્મિત અને ન્યુએજ ફાયબરમાં આત્મનિર્ભરતા લાવવા માટે રાષ્ટ્રીય ફાયબર યોજનાનો અમલ, 3 કેમિકલ પાર્ક, હાઇટેક ટુલ્સ મેન્યુફેક્ચરેંગ અને ચેમ્પિયન ખજખઊને પ્રોત્સાહન આપવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે., સેમિક્ધડક્ટર ક્ષેત્રે ભારત વૈશ્વિક હબ બનવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે. ઇન્ડેયન સેમિક્ધડક્ટર, મિશન 2.0 થી તેને વધુ વેગ મળશે.

દેશનું સંરક્ષણ બજેટ રૂ.6.81 લાખ કરોડથી વધારીને રૂ.7.85 લાખ કરોડ કરવામાં આવ્યું છે. સંરક્ષણ બજેટમાં 15.2% નો વધારો થયો છે., આ વધારો દેશની ત્રણે સેનાઓ થલસેના, નૌસેના અને વાયુસેનાને વધુ સશક્ત, આધુનિક અને આત્મનિર્ભર બનાવવા માટેની સરકારની દૃઢ પ્રતિબદ્ધતાનું પ્રતિબિબ છે. આધુનિક હથિયારો, અદ્યતન ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન પર વિશેષ ભાર મૂકીને ભારતની સીમાઓને અડગ સુરક્ષા આપવા તેમજ વૈશ્વિક સ્તરે ભારતની સૈન્ય ક્ષમતાને નવી ઊચાઈએ પહોંચાડવાનો સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે.

ભારતના યુવાનો આજે રમતગમત અને ખેલ ક્ષેત્રે સ્થાનિક થી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી પરેવાર અને રાષ્ટ્રનું નામ રોશન કરી રહ્યા છે. વિવિધ રમતો માટે યોગ્ય ટ્રેનિંગ અને પ્રેક્ટિસ ફેસીલીટી માટે દેશમાં મોદીજીના નેતૃત્વમાં અનેકગણી કામગીરી થઇ છે. ખેલો ઇન્ડિયા મિશન શરૂ થવાથી ટેલેન્ટેડ રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળવાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ પોતાની કુશળતાનું પ્રદર્શન કરી રાષ્ટ્રને ગૌરવ અપાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ સંકલ્પ, સ્પષ્ટ દિશા અને રાષ્ટ્રપ્રથમ વિચારધારાના નેતૃત્વ હેઠળ નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ થયેલું આ બજેટ દેશની સમૃદ્ધિ, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસની સ્પષ્ટ રૂપરેખા આપે છે.

કેન્દ્રિય બજેટમાં યુવાનોની ઊર્જા, મહિલાઓની સામર્થ્યશક્તિ, ખેડૂતની મહેનત, શ્રમિકોની નિષ્ઠા અને ઉદ્યોગસાહસિકોની નવીનતા રાષ્ટ્રનિર્માણના કેન્દ્રસ્થાને છે. આ બજેટ માત્ર આંકડાઓનો સરવાળો નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી અને ભારત 2047 સુધી વિકસિત, સમર્થ અને વૈશ્વિક નેતૃત્વ ધરાવતી શક્તિ બનાવવા માટેની મજબૂત યોજના છે.

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા અધ્યક્ષ ડો વિનોદભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, જિલ્લા મહામંત્રી અભિષેક પટવા, ભાજપ જામનગર શહેર મીડિયા ક્ન્વીનર ભાર્ગવ ઠાકર, જિલ્લા મીડિયા ક્ન્વીનર નરેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર – જિલ્લા મીડિયા વિભાગ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular