Monday, February 2, 2026
Homeરાજ્યજામનગરઅમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ ‘માતૃશક્તિ દુર્ગાવાહિની’ની બે દિવસીય અખિલ ભારતીય બેઠક યોજાઇ

અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ ‘માતૃશક્તિ દુર્ગાવાહિની’ની બે દિવસીય અખિલ ભારતીય બેઠક યોજાઇ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય ‘અખિલ ભારતીય બેઠક’નો અમદાવાદના દસ્કોઈ સ્થિત તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. આ ઉદ્ઘાટન સત્રમાં દેશભરમાંથી સંગઠનના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા દુર્ગાની સ્તુતિ સાથે કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત સંત ગણ સ્વામીની પરપ્રજ્ઞાનંદા સરસ્વતીની (કર્ણાવતી), કેન્દ્રીય કાર્ય અધ્યક્ષ આલોક કુમારજી (દિલ્હી), કેન્દ્રીય સંગઠન સહમંત્રી (દિલ્હી) વિનાયક રાવજી દેશપાંડે, કેન્દ્રીય સહમંત્રી નૈતિક શિક્ષા પ્રમુખ ગોવિંદજી શિંદે , માતૃશક્તિ કેન્દ્રીય સંયોજિકા મીનાક્ષી તાઈજી પિશ્વે, કેન્દ્રીય પ્રબંધ સમિતિ સદસ્ય (વર્ગપાલક) મીનાબેન ભટ્ટ, કેન્દ્રીય દુર્ગાવાહિની સંયોજિકા પ્રજ્ઞાજી મહાલા, ક્ષેત્રીય સંગઠન મંત્રી અશ્વિનભાઈ પટેલ (કર્ણાવતી), ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ હર્ષદભાઈ ગિલેટવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય વ્યવસ્થા પ્રમુખ કેન્દ્રીય માતૃશક્તિ સહ સંયોજિકા સરોજજી સોનીએ કાર્યક્રમ ની પ્રસ્તાવના આપી હતી અને ઉપસ્થિત અધિકારીઓ નું સ્વાગત કરાયું હતું.કાર્યક્રમમાં સૌ પ્રથમ મંત્રોચાર દ્વારા સંબોધન શરૂ કરતા સાધ્વીજીએ આશર્વચન આપતા કહ્યું હતું કે શક્તિથી જ જગતની ઉત્પતિ અને પાલન થાય છે શક્તિ વગર જગતની કલ્પના જ શક્ય નથી ત્યારે આટલી મોટી સંખ્યામાં સ્ત્રી શક્તિ જાગૃત છે તે જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો અને દરેક બહેનો આવી જ રીતે આગળ વધી રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી પ્રાર્થના કરી હતી.

- Advertisement -

જ્યારે મુખ્ય વક્તા આલોકજી એ ભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિષય પર બહેનોને સંબોધીને કહ્યું હતું કે આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો વિકાસ કરવો જરૂરી છે ત્યારે મહિલાઓએ પોતાના પરિવારની જવાબદારી નિભાવતા સાથે સાથે રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન કરવું જોઈએ, વર્તમાન સમયમાં મહિલાઓનું સશક્તિકરણ અને આધ્યાત્મિક જાગૃતિ અનિવાર્ય છે. દુર્ગાવાહિની દ્વારા બહેનોમાં સાહસ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે, જે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયારૂપ બનશે.બેઠકમાં પૂરા ભારતભરમાંથી દુર્ગાવાહિની, માતૃશક્તિ, ક્ષેત્રીય સંયોજીકા, પ્રાંત સયોજિકા, સહસંયોજીકા, પ્રાંત ટોળી સદસ્ય તેમજ માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના પાલક અધિકારીઓ 350 થી વધુની સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રીય દુર્ગાવાહિની સહ સંયોજિકા મા શ્રી પિંકીજી પવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને વ્યવસ્થાપન સ્થાનિક સમિતિ ક્ષેત્રીય માતૃશક્તિ સંયોજિકા કલ્પનાબેન વ્યાસ (કર્ણાવતી), ઉત્તર ગુજરાત માતૃશક્તિ સંયોજિકા જવાનિકાબેન ભટ્ટ વ્યવસ્થા સહ પ્રમુખ, ઉતર ગુજરાત દુર્ગાવાહિની સંયોજિકા નુપુરબેન પટેલ તેમજ ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી હિતેશભાઈ ઠક્કર સહિતના અધિકારીઓ દ્વારા વ્યવસ્થા માટે જહેમત ઉઠવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular