Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં આરએસએસના કાર્યકર ઉપર વિધર્મીઓનો હુમલો

ખંભાળિયામાં આરએસએસના કાર્યકર ઉપર વિધર્મીઓનો હુમલો

- Advertisement -

ખંભાળિયામાં આરએસએસના કાર્યકર ઉપર કારમાં ગરબા વગાડવા જતો હતો તે દરમિયાન 30 જેટલા લોકોએ આંતરીને હુમલો કરી કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં આરએસએસ કાર્યકર ખુશાલ ગોકાણી તેની કારમાં ગરબા વગાડવા માટે નિકળ્યો હતો તે દરમિયાન વિધર્મીઓના ટોળાએ સંઘ કાર્યકરને આંતરીને ગરબા બંધ કરાવવા દબાણ કર્યુ હતું. તેમજ 30 જેટલા લોકોએ યુવાન ઉપર હુમલો કર્યો હતો. વિધર્મીઓ દ્વારા સંઘ કાર્યકર ઉપર કરાયેલા હુમલાથી વાતાવરણ વધુ તંગ ન બને તે માટે ડીવાયએસપી એલસીબી – એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા રાયોટીંગનો ગુનો નોંધી હુમલોખોરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular