જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન પાંચ શખસોને ઝડપી લઇ રૂા.2,20,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામજોધપુરના બગધરા ગામમાં જાહેરમાં તીનપતિ રમતા ચાર શખ્સોને રૂા.1,20,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતાં સાગર ઉર્ફે સેગુ હંસરાજ હુરબડા (ઉ.વ.26) નામના શખ્સ દ્વારા તેના મકાનમાં ઘોડીપાસાનો જૂગાર રમાડવા બહારથી માણસો બોલાવી અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે પીઆઈ વી.એ. ડોડિયા, પીએસઆઈ વી.આર. ધોરીયા, એએસઆઈ રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સાગર ઉર્ફે સેગુ હંસરાજ હુરબડા, દિપક ઉર્ફે દિપુ સરગમ ગોવિંદ ખીચડા, વિરમદેવસિંહ રતનજી જાડેજા, મોહન નાનજી મંગે, ભરત શંકર નારોલા સહિતના પાંચ શખ્સોને રૂા.1,15,000 ની રોકડ રકમ, ઘોડીપાસાના બે નંગ અને રૂા.1 લાખની કિંમતની બે બાઈક તેમજ રૂા.5500 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.2,20,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા રાજુ ઉર્ફે બાલી સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં આવેલી કાગુળી સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન આરીફ આમદ મંધરા, ફિરોજ હાજી નોયડા, ફિરોજ હુશેન નોયડા, રવિ અરજણ મહેતા નામના ચાર શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.10,200 ની રોકડ રકમ, રૂા.10,000 ની કિંમતના બે મોબાઇલ ફોન તથા રૂા.1,00,000 ની કિંમતના ત્રણ બાઈક અને ગંજીપના તથા ટોર્ચલાઈટ મળી કુલ રૂા.1,20,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે નાશી ગયેલા પરબત વાલા મકવાણા, મનસુખ બાવનજી મહેતા, રામજી સુખા કોળી અને લાલો નામના ચાર સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


