જામનગર શહેરમાં ખીજડિયા બાયપાસથી ધુંવાવ તરફના માર્ગ પર એલસીબીની ટીમે વોચ ગોઠવી આધાર પુરાવા વગરના બાઈક સાથે શખ્સને દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખીજડિયા બાયપાસ પાસેથી આધાર પૂરાવા વગરનો બાઈકસવાર પસાર થવાની હેકો હિતેન્દ્રસિંહ જાડેજા, કામસભાઈ બ્લોચ, પો.કો. ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબનો બાઈકસવાર પસાર થતા એલસીબીએ નંબર પ્લેટ વગરના બાઈકને આંતરીને અજય ઉર્ફે બાઘો રજનીભાઈ ઉર્ફે રઇલાભાઈ જાદવ મકવાણા (ઉ.વ.27) (રહે. ત્રંબા ગામ, રાજકોટ) નામના શખ્સને આંતરીને પૂછપરછ કરતા બાઈકના દસ્તાવેજોની માંગણી કરતાં અજય પાસે બાઈકના ડોકયુમેન્ટ ન હોવાથી એલસીબીએ શક પડતી મિલકત તરીકે રૂા.30000 ની કિંમતનું બાઈક કબ્જે કર્યુ હતું.