કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામ નજીકથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મુસા અલ્લારખા વિસડ, ઈબ્રાહિમ અલ્લારખા હાલાણી, અમીન હાજી હાલેપોત્રા, ફિરોજ કારા હાલેપોત્રા નામના ચાર શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન રૂા.5630 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાંથી વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા વિજય રાજુ ચૌહાણ નામના શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા.100 ની રોકડ રકમ અને રૂા.4000 નો મોબાઇલ તથા રૂા.20,000 નું બાઈક મળી કુલ રૂા.24,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં બસ સ્ટેન્ડ પાછળ વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા સાગર હરેશ મકવાણા નામના શખ્સને રૂા.450 ની રોકડ રકમ અને રૂા.3000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.3450 ના મુદ્દામાલ સાથે કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં અજય અને સુનિલ રાજુ ચૌહાણ નામના બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાલપુર તાલુકાના ખટીયા ગામથી કાલાવડ તરફ જવાના માર્ગ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઓસમાણ કારુ રાઠોડ, બાલા દેવા પરમાર નામના બે શખ્સોને લાલપુર પોલીસે રૂા.1350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જામનગર તાલુકાના ધુંવાવ હાઉસીંગ બોર્ડ પાસેથી પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન અલ્તાફ રજાક સુમરા નામના શખ્સને વર્લીના આંકડા લખી હારજીત કરતા રૂા.690 ની રોકડ અને વર્લીના સાહિત્ય સાથે દબોચી લીધો હતો.
જામજોધપુર ગામમાં પાટણ રોડ પરથી વર્લીના આંકડા લખતા જેન્તી મગન ઝીંઝુવાડિયા નામના શખ્સને જામજોધપુર પોલીસે ઝડપી લઇ તેની પાસેથી 110 રૂપિયાની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.