જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં યુવાને રેલવે સ્ટેશન પર પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં કૈલાશભાઈ સોમાભાઈ સોલંકી (ઉ.વ.22) નામના યુવાને મંગળવારે સવારના સમયે હાપા રેલવે સ્ટેશન પરથી પસાર થતી મુઝફરપુર-પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. આપઘાતના બનાવની જાણ થતા પીએસઆઈ પી બી ડોડિયા તથા સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ સ્થળ પરથી યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી યુવાને કયા કારણોસર આપઘાત કર્યો ? તે કારણ જાણવા તપાસ આરંભી હતી.