Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બે જુગાર દરોડામાં છ મહિલા સહિત 11 શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાં બે જુગાર દરોડામાં છ મહિલા સહિત 11 શખ્સો ઝડપાયા

રેઇડ દરમિયાન એક શખ્સ નાશી જતાં શોધખોળ

- Advertisement -

\જામનગર શહેરમાં હર્ષદ મિલની ચાલી બાઇની વાડી નજીકથી સીટી-એ પોલીસે પાંચ શખ્સોને તિનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 11700ની રોકડ સહીતનો મુદ્ામાલ કબજે કર્યો હતો. જામનગરના ગુલાબનગર વિભાપર રોડ રામેશ્ર્વર મહાદેવ મંદિર પાસેથી સીટી-બી પોલીસી છ મહિલાઓની તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 11350ની રોકડનો મુદ્ામાલ કબજે કર્યો હતો.
જુ

- Advertisement -

ગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના હર્ષદ મિલની ચાલી બાઇની વાડીના છેડે ગલીમાં જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-એ પોલીસે પ્રકાશ ઉર્ફે પવુ જેઠા પરમાર, ભાવેશ હમીર પરમાર, નાઝીન કમાલુદીન ધમાણી, કિશોર દિનેશ પરમાર તથા હસમુખ વિરજી હિંગળા નામના પાંચ શખ્સોને રૂા. 11700ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિના જુગાર રમતાં ઝડપી લીધા હતાં તેમજ રેઇડ દરમિયાન લખમણ ઉર્ફે લખુ પરમાર નામનો શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરના ગુલાબનગર વિભાપર રોડ રામેશ્ર્વર મહાદેવ મંદિર પાસે જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-બી પોલીસે છ મહિલાઓને રૂા. 11350ની રોકડ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular