જામનગરમાં આજરોજ વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વિજયા દશમી નિમિતે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતાં ત્યારે સેવાભાવી રેલ્વે કર્મચારીઓ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં દશેરાના પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે કર્મચારીઓ દ્વારા દશેરાના પાવન અવસરે ધાર્મિક ભાવના અને સેવાભાવ સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સીટીઆઇ નિમેશભાઇ મહેતા, પીઆરએસના મનીષાબેન દિક્ષીત, રેલ્વે કર્મચારી સોઢાભાઇ, જે.બી. જાડેજા, નિવૃત રેલ્વે કર્મચારી રમણીકભાઇ બારડ સહિતના સેવાભાવીઓ ઉપસ્થિત રહી આ ભંડારાનું આયોજન કરી શ્રઘ્ધાળુઓને ભોજન પીરસ્યુ હતું. અને ભંડારામાં સેવા આપી હતી. વિજયા દશમીના પર્વ નિમિતે યોજાયેલ ભંડારામાં ધાર્મિક વાતાવરણ વચ્ચે શ્રઘ્ધા ભકિત અને સેવાભાવનો સમન્વય જોવા મળ્યો હતો.
View this post on Instagram


