જામનગર શહેર તથા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રિ મહોત્સવ દરમ્યાન જામનગરના જુસબભાઇ કોટાઇ પરિવારના સલીમભાઇ કોટાઇ અને જાફરભાઇ કોટાઇ નામના બન્ને ભાઇઓ દ્વારા ઢીચડા તથા આજુબાજુના વિસ્તારના 11 ગરબી મંડળની 500 જેટલી બાળાઓને સોનાના દાણાની લ્હાણી આપવામાં આવી હતી. હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કોટાઇ પરિવાર દ્વારા સમાજ માટે એકતાના સંદેશરૂપી બન્યું છે.
View this post on Instagram


