Friday, December 27, 2024
Homeરાજ્યહાલારજુના મનદુ:ખનો ખાર રાખી ભાટિયાના યુવાનની હત્યાનો પ્રયાસ

જુના મનદુ:ખનો ખાર રાખી ભાટિયાના યુવાનની હત્યાનો પ્રયાસ

ત્રણ શખ્સોએ કારમાં પીછો કરી પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો : ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે ખસેડાયો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને જે.સી.બી.ના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઈ આલાભાઈ આંબલીયા નામના 33 વર્ષના આહિર યુવાન સાથે પખવાડિયા પૂર્વે ભાટીયા ગામના જયેશ બાબુભાઈ ચાવડા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતનું મનદુ:ખ રાખીને જયેશ બાબુભાઈ ચાવડા સાથે આવેલા પ્રવીણ ગોગનભાઈ ચાવડા અને સાવન ધનાભાઈ ચાવડા નામના ત્રણ શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને પ્રકાશભાઈને મારી નાખવાના ઈરાદાથી મોટરકાર વડે તેમનો પીછો કર્યો હતો.

- Advertisement -

આ પછી આરોપીઓએ લોખંડના પાઇપ તેમજ બેઝબોલના ધોકા વડે પ્રકાશભાઈ આંબલીયા ઉપર હુમલો કરી તેમને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં પોલીસે ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 307, 325, 323, 120 (બી) તથા રાયોટિંગની જુદી-જુદી કલમ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular