Friday, October 23, 2026
Homeરાજ્યહાલારધ્રોલમાંથી દારૂની 924 બોટલ સાથે ઇનોવા ચાલકની ધરપકડ

ધ્રોલમાંથી દારૂની 924 બોટલ સાથે ઇનોવા ચાલકની ધરપકડ

જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થની સાથે સાથે દારૂ-બિયરની રેલમછેલ જોવા મળી રહી છે. ધ્રોલ ગામમાંથી સ્થાનિક પોલીસે ઇનોવા કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી દારૂ-બિયરની 1068 બોટલો મળી આવતાં શખ્સની ધરપકડ કરી હતી. રણજિત સાગર રોડ પરથી એક્ટિવાચાલક બે શખ્સોને બિયરના ચપલા સાથે પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ધ્રોલ ગામમાં જોડિયા-ભાદરા પાટિયા તરફથી આવનારી ઇનોવા કારમાં દારૂ-બિયરનો જથ્થો હોવાની હે.કો. રાજેશભાઇ મકવાણા, હરદેવસિંહ જાડેજા, કલ્પેશભાઇ કામરિયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી પીયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. એન. ખાચર, હે.કો. રાજેશભાઇ મકવાણા, કલ્પેશભાઇ કામરિયા, હરદેવસિંહ જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, નાગજીભાઇ ગમારા, સંજયભાઇ સોલંકી, ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમ્યાન હરધ્રોળ હાઇસ્કૂલ સામેના રોડ પરથી પસાર થતી જીજે10 વાય 9410 નંબરની ઇનોવા કારને પોલીસે આંતરી લીધી હતી.

કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 2,36,460ની કિંમતની દારૂની 924 બોટલ અને રૂા. 14,976ની કિંમતના 144 નંગ બિયરના ટીન અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતાં ધ્રોલ પોલીસે રૂા. 2,51,436ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને રૂા. 3,50,000ની કિંમતની કાર અને મોબાઇલ મળી કુલ રૂા. 6,06,436ની કિંમતના મુદામાલ સાથે પ્રેમભારથી ભીખુભારથી ગોસાઇ (રહે. હાઉસિંગ બોર્ડ, ગાંધીનગર, જામનગર)ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામના જનકસિંહ કિરીટસિંહ ઝાલાએ મોકલ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો જામનગરના જિતેન્દ્ર મનસુખલાલ વિઠ્ઠલાણીએ મંગાવ્યો હોવાની કેફિયતના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.

- Advertisement -

જ્યારે બીજો દરોડો જામનગરના રણજિત સાગર રોડ ઉપર પવન ચકકી સર્કલ પાસેથી જીજે10 ઇબી 5169 નંબરના એક્ટિવા પરથી પસાર થતાં જયેશ ઉર્ફે ગરિયો પ્રવીણ તન્ના અને હર્ષ હિતેષ નંદા નામના બે શખ્સોને આંતરીને તલાશી લેતાં જયેશ તન્ના પાસેથી રૂા. 200ની કિંમતના બે નંગ ચપલા તથા રૂા. સાત હજારની કિંમતનો મોબાઇલ ફોન અને હર્ષ નંદા પાસેથી રૂા. પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 40 હજારનું એક્ટિવા મળી બન્ને શખ્સોને કુલ રૂા. 52,200ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો જામનગરના ગોકુલનગર, પાણાખાણ રોડ ઉપરથી સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે હાર્દિક જગદિશ પીપરોતરને રૂા. 500ની કિંમતની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. ચોથો દરોડો જામનગર-ખંભાળિયા માર્ગ પર બેડ ગામના પાટિયા પાસેથી સિક્કા પોલીસે ભરત ઉર્ફે કારો વીરમ સીતાપરા નામના શખ્સને રૂા. 300ની કિંમતની દારૂની બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં અન્નપૂર્ણા ચોકડીથી ઇદ્રીશ પીરની દરગાહ જવાના માર્ગ પરથી પસાર થતાં જીજે10 સીએસ 4513 નંબરના એક્ટિવા ચાલક વીરેન પાંચા જાટિયા નામના શખ્સની તલાશી લેતાં રૂા. 100ની કિંમતની દારૂની બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular