દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રમેશભાઈ બબાભા સુમણીયા નામના 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાન રવિવારે ગોમતીઘાટ ખાતે હતા ત્યારે જીતુભા ટપુભા સુમણીયા, પ્રતાપભા બબાભા જામ અને અનિલભા સુમણીયા નામના ત્રણ શખ્સોએ આવી અને લાકડી વડે તેમને બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા તેમના પુત્રને જાન મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આજથી આશરે ત્રણ-ચાર માસ પૂર્વે ફરિયાદી તથા આરોપીના પત્નીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.