Friday, December 27, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકાએ કેમિકલ શસ્ત્રોનો ભંડાર નષ્ટ કર્યો

અમેરિકાએ કેમિકલ શસ્ત્રોનો ભંડાર નષ્ટ કર્યો

70 વર્ષથી સંઘરેલા હથિયારોના નાશ માટે 3 લાખ કરોડનો ખર્ચ

- Advertisement -

શુક્રવાર એટલે કે આજથી અમેરિકા કેમિકલ હથિયારોથી મુક્ત દેશ બની જશે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, અમેરિકાએ 70 વર્ષથી કેમિકલ હથિયારોનો સંગ્રહ કર્યો હતો. તેમને નષ્ટ કરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવશે. અમેરિકાને આ ખતરનાક હથિયારોને ખતમ કરવામાં દાયકાઓ લાગ્યા છે. ડિફેન્સ ડિપાર્ટમેન્ટને હથિયારોને નષ્ટ કરવા માટે 3 લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડશે, જે નિયત બજેટ કરતા 2900% વધુ છે. બાઈડને ગયા મહિને જાહેરાત કરી હતી કે તે સપ્ટેમ્બર સુધીમાં તેના કેમિકલ હથિયારોનો નાશ કરી દેશે.

- Advertisement -

ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, 1970ના દાયકામાં સૈન્ય એક જૂના જહાજમાં કેમિકલ હથિયારો લોડ કરીને તેને સમુદ્રમાં ડુબાડવા માંગતી હતી. જો કે, લોકોના વિરોધ બાદ આ કરવામાં આવ્યું ન હતું. આ પછી, આ કેમિકલ હથિયારોને ભઠ્ઠીમાં મૂકીને બાળી નાખવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ પણ મંજૂર થઈ શકી નથી. હાલમાં અમેરિકાએ કેમિકલ હથિયારોને નાશ કરવા માટે રોબોટિક મશીનોની મદદ લીધી છે. શેલમાં રાખવામાં આવેલા આ શસ્ત્રોને 1500 ડિગ્રી ફેરનહીટ પર ખોલીને બાળી નાખવામાં આવ્યા છે. યુએસ સેનાએ 1918થી લડાઇમાં ઘાતક કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ કર્યો નથી. જો કે, વિયેતનામ યુદ્ધ દરમિયાન, તેણે એજન્ટ ઓરેન્જ જેવા કેમિકલનો ઉપયોગ કર્યો હતો, જે મનુષ્ય માટે જોખમી માનવામાં આવે છે. 1989માં યુએસ અને સોવિયેત યુનિયન કેમિકલ શસ્ત્રોના પોતપોતાના ભંડારનો નાશ કરવા સંમત થયા હતા. તેમનો નાશ કરવો સરળ નથી. તેમને નષ્ટ કરવાનો એકમાત્ર રસ્તો સળગાવવાનો છે, જે ઝેરી ધૂમાડો બહાર કાઢે છે. આ ધુમાડાની અસરને સંભાળવી ખૂબ મુશ્કેલ છે. વર્ષ 1986માં અમેરિકાના ઉટાહ રાજ્યમાં 5600 ઘેટાં અચાનક મૃત્યુ પામ્યા હતા. આ જગ્યા કેમિકલ વેપન્સના ટેસ્ટ સાઇટની ખૂબ જ નજીક હતી. યુએસ કોંગ્રેસના દબાણ બાદ સેનાએ સ્વીકાર્યું કે તેઓ ટડ નામના કેમિકલ હથિયારનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. તેમની પાસે 8 રાજ્યોમાં કેમિકલ શસ્ત્રોનો ભંડાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular