Wednesday, November 18, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાંથી બોગસ તબીબ ઝડપાયો

ખંભાળિયામાંથી બોગસ તબીબ ઝડપાયો

વિવિધ પ્રકારની દવા, ઇન્જેક્શન સહિત કુલ રૂા. 13,323નો મુદ્દામાલ કબ્જે

ખંભાળિયામાંથી પોલીસે રેઇડ દરમ્યાન એક શખ્સને માન્યતાપ્રાપ્ત ડિગ્રી વગર તબીબી પ્રેકટીસ કરતાં ઝડપી લઇ દવાઓ, ઇન્જેક્શન સહિત કુલ રૂા. 13,3,23ની કિંમતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ ખંભાળિયા નજીકના ભરાણા ગામે રહેતા અને મૂળ પશ્ર્ચિમ બંગાળ રાજ્યના નોદિયા જિલ્લાના કાનપુર ગામના રહીશ ગૌતમ ચંદ્રકાંત અભયચરણ રાય ઠાકુર (ઉ.વ. 57) નામનો પ્રૌઢ માન્યતાપ્રાપ્ત ડિગ્રી ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની જિલ્લા એસ.ઓ.જી. વિભાગના કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ જાડેજા અને યોગીરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી.

જેના આધારે રેઇડ દરમ્યાન ભરાણા ગામે પોતે માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં પણ પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી, દવાખાનું ચલાવતો હોય, તેને મેડિકલ ઓફિસરની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકારની દવાઓ, સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન, સીરપ તેમજ અન્ય સર-સામાન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂ. 13,323નો મુદ્દામાલ કબજે કરી, તેની સામે માનવ જિંદગી અથવા શારીરિક સલામતીને જોખમમાં મુકાય તે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરવા સબબ બીએનએસ તેમજ મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ હેઠળ વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એમ.બી. ગજ્જર તેમજ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular