સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ રમૂજી અને હૃદયસ્પર્શી વીડિયો વાઇરલ થતા હોય છે, પરંતુ નાના બાળકોની નિર્દોષ હરકતો હંમેશા ઈન્ટરનેટ યુઝર્સનું દિલ જીતી લે છે. હાલમાં આવો જ એક ક્યૂટ વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનું બાળક વડીલોને પગે લાગવાના નિયમને પોતાની રીતે સમજીને અનોખી હરકત કરતું જોવા મળે છે.
આ વીડિયોમાં એક લગ્ન કે પારિવારિક સમારોહનું દ્રશ્ય જોવા મળે છે, જ્યાં મહેમાનો એકબીજાને મળી રહ્યા છે.આ દરમિયાન એક નાનકડું બાળક તેની બાજુમાં ઉભેલા અન્ય એક થોડા મોટા બાળક પાસે જાય છે અને જાણે તેની ઊંચાઈ માપી રહ્યું હોય તેમ જુએ છે.
જેવું તેને લાગે છે કે આ બાળક તેના કરતાં ઊંચાઈમાં મોટું છે, કે તરત જ તે નીચે નમીને તેના પગ સ્પર્શવા લાગે છે.ત્યારબાદ આ માસૂમ બાળક ત્યાં ઉભેલા અન્ય વડીલો અને લોકો પાસે જઈને પણ વારાફરતી બધાના પગે લાગે છે.
આ સમગ્ર રમૂજી અને ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Lucky Singh (@justluckysing) નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં મજાકિયા અંદાજમાં લખવામાં આવ્યું છે કે, “મમ્મીએ કહ્યું છે કે પોતાના કરતાં વધારે હાઈટ વાળા લોકોના પગ સ્પર્શવા”.
બાળકની આ માસૂમિયત અને વડીલો પ્રત્યેનો આદર જોઈને ત્યાં હાજર સૌ કોઈ હસી પડ્યા હતા અને બાળક પર વહાલ વરસાવ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને બાળકના સંસ્કાર તેમજ તેની નિર્દોષ સમજણના ભરપૂર વખાણ કરી રહ્યા છે.
Mummy ne bola hai ki apne se zyada height wale logon ke pair chhoone ke lea. 😂 https://t.co/TiZCbAuxUi
— Lucky Singh (@justluckysingh) November 17, 2026


