Wednesday, November 18, 2026
Homeરાજ્યજામનગરસાપર વાડી વિસ્તારમાંથી 6 પત્તાપ્રેમી ઝડપાયા

સાપર વાડી વિસ્તારમાંથી 6 પત્તાપ્રેમી ઝડપાયા

રૂ. 42,210ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

જામનગરના સાપર વાડી વિસ્તારમાંથી પોલીસે રેઇડ દરમ્યાન 6 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 42,210ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામનગરના સાપર વાડી વિસ્તાર, રાહતિયા તળાવના કાંઠે, મંદિર પાસે, જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિક્કા પોલીસે રેઇડ દરમ્યાન ગૌતમ ઉર્ફે ભુટો પેથા ભાંભી, જયંતી છગન ગામી, જીતેશ નાથા બોડા, જુસબ ખમીશા સોઢા, મગન વીરજી ભેંસદડિયા, સંજય ઉર્ફે લાલો લલિત હિંસુ નામના 6 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને રૂા. 42,210ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular