લાલપુર પોલીસ સ્ટેશનને દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડ ઉપલેટાના મોટી પાનેલી ગામેથી ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે લાલપુર પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના કેસમાં આરોપી રીઝવાન અબ્દુલ જુણેજા નાસતો ફરતો હોય, આ દરમિયાન ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઈ નોયડા, ભરતભાઈ ડાંગર, કાસમભાઈ બ્લોચને આરોપી મોટી પાનેલી ગામે પોતાના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબીના હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મોટી પાનેલી ગામેથી રીઝવાન અબ્દુલ જુણેજા નામના શખ્સને ઝડપી લીધો હતો.