Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાઈકસવારે ચાલીને જતા વૃદ્ધને ઠોકરે ચડાવતા મોત

જામનગરમાં બાઈકસવારે ચાલીને જતા વૃદ્ધને ઠોકરે ચડાવતા મોત

મકરસંક્રાંતિના દિવસે સાંજના સમયે અકસ્માત: નીચે પટકાતા વૃધ્ધને બે્રઈન હેમરેજ : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા બાઈકસવાર વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં મહાકાળી સર્કલથી ડિફેન્સ કોલોની તરફ જવાના માર્ગ પર ચાલીને જતાં વૃદ્ધને પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પોલીસે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, બિહારના વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતાં સુધીરકુમાર નામના યુવાનના પિતા કૈલાશભાઈ ઝા ગત તા. 14 જાન્યુઆરીના રોજ સાંજના સમયે જામનગર શહેરમાં મહાકાળી સર્કલથી ડિફેન્સ કોલોની તરફના માર્ગ પર ચાલીને જતા હતાં. ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા જીજે-10-ડીબી-6433 નંબર બાઈકસવારે વૃદ્ધને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દેતા વૃદ્ધને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં લાંબી સારવાર બાદ વૃદ્ધ કૈલાશભાઈનું બુધવારે રાત્રીના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર સુધીરકુમાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.બી.બરસબીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular