Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયIAS, IPS શેરબજારમાં ટ્રેડિંગ કે સટ્ટો કરી શકશે નહીં

IAS, IPS શેરબજારમાં ટ્રેડિંગ કે સટ્ટો કરી શકશે નહીં

કેન્દ્ર સરકારે તમામ અધિકારીઓ પાસે માંગી રોકાણની વિગતો

- Advertisement -

આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓને શેર, સ્ટોક અને અન્ય રોકાણોની માહિતી આપવા નિર્દેશ કરાયો છે. કેન્દ્ર સરકારે અધિકારીઓને કેલેન્ડર વર્ષમાં છ મહિનાના બેઝિક પગાર કરતાં વધુ હોય એવા શેર સહિતના વ્યવહારોની જાણકારી આપવા કહ્યું છે.

- Advertisement -

વૈયક્તિક મંત્રાલયના નિર્દેશ અનુસાર આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓએ એઆઇએસ અથવા ઓલ ઇન્ડિયા સર્વિસિસ (કંડક્ટ) રૂલ્સ, 1968 હેઠળ જરૂરી માહિતી ઉપરાંત, શેર અને અન્ય રોકાણોની માહિતી આપવી પડશે. ઓલ ઇન્ડિયા સર્વિસિસ ના ત્રણ સભ્યો આઇએએસ, આઇપીએસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઇએફએસ) માટે આ નિયમો લાગુ કરાયા છે.

કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોના સચિવોને અપાયેલા આદેશમાં જણાવ્યા અનુસાર વહીવટી સત્તાવાળા એઆઇએસના સભ્યોના શેર, સ્ટોક કે અન્ય રોકાણો પર નજર રાખી શકે એ માટે તેમને દર વર્ષે શેર સહિતના ટ્રાન્ઝેક્શન્સની માહિતી આપવા જણાવાયું છે. ખાસ કરીને કેલેન્ડર વર્ષમાં આવા વ્યવહારો તેમના છ મહિનાના બેઝિક પગાર કરતાં વધુ હોય તેની માહિતી આપવાની રહેશે. નિર્દેશમાં નિયમ-14 (1)ને ટાંકીને જણાવાયું છે કે, એઆઇએસનો કોઈ સભ્ય શેર, સ્ટોક કે અન્ય રોકાણમાં સટ્ટો કરી શકશે નહીં. જોકે, સંબંધિત કાયદા હેઠળ લાઇસન્સ ધરાવતા શેર બ્રોકર્સ કે અન્ય વ્યક્તિ દ્વારા ક્યારેક કરાયેલા આવા રોકાણને જોગવાઇ લાગુ પડશે નહીં.

- Advertisement -

નિયમમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શેર્સ, સિક્યોરિટીઝ કે અન્ય રોકાણોની વારંવાર ખરીદી કે વેચાણ પેટાનિયમ હેઠળ સટ્ટો ગણાશે.મંત્રાલયે 20 માર્ચના આદેશમાં જણાવ્યું હતું કે, એઆઇસ (કંડક્ટ) રૂલ્સ, 1968 હેઠળ શેર, સિક્યોરિટીઝ, ડિબેન્ચર્સને જંગમ મિલકત ગણવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન એઆઇએસના સભ્યના બે મહિનાના બેઝિક પગાર કરતાં વધુ હોય તો તેની માહિતી પણ સંબંધિત ઓથોરિટીને આપવી જરૂરી બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular