Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીય7 વર્ષમાં બેરોજગારી અને મોંઘવારી વધ્યા: કોંગ્રેસ

7 વર્ષમાં બેરોજગારી અને મોંઘવારી વધ્યા: કોંગ્રેસ

- Advertisement -

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષ પૂરા કરતા ભાજપ સરકારને મળેલી સફળતા ગણાવાઈ રહી છે તો બીજી તરફ વિરોધપક્ષ કોંગ્રેસે કહ્યું છે કે આ સરકાર દેશ માટે હાનિકારક છે. કોંગ્રેસના મહામંત્રી અને મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ રવિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકારે સાત વર્ષમાં અગણિત ઘા આપ્યા છે અને હવે તે ઘા નાસૂર બની ચૂક્યા છે. તેમણે કહ્યું કે સાત વર્ષમાં બેરોજગારી દર વધીને 11.3 ટકા થઇ ગયો છે, પેટ્રોલના ભાવ વધીને રૂપિયા 100 થઇ ગયા છે, કેટલાક વિસ્તારમાં સરસવનાં તેલનો ભાવ રૂપિયા 200 બોલાઇ રહ્યો છે.

સૂરજેવાલાએ પત્રકાર પરિષદમાં સરકારે સાત વર્ષમાં કરેલી સાત ભૂલોને ગણાવતા દાવો કર્યો હતો કે સાત વર્ષમાં બેરોજગારી અપરંપાર વધી છે, મોંઘવારી કમર તોડી રહી છે અર્થવ્યવસ્થા ખતમ થઇ ચૂકી છે, તેથી આ સરકાર દેશ માટે હાનિકારક છે.
વર્તમાન સરકારે સાત વર્ષ પૂરા કર્યા પ્રસંગે કોંગ્રેસે પૂછયું હતું કે રૂપિયા 20 લાખ કરોડના પેકેજનો લાભ કોને મળ્યો? દેશમાં બેન્ક ક્રેડિટ ગ્રોથ દર 59 વર્ષમાં સૌથી નીચો શા માટે છે? બેરોજગારી 45 વર્ષનો વિક્રમ કેમ તોડી રહી છે? 12.20 કરોડ લોકો બેરોજગાર થવા માટે જવાબદાર કોણ? કમરતોડ મોંઘવારી શા માટે? પેટ્રોલના ભાવ રૂપિયા 100 અને સરસવ તેલ પ્રતિલિટર રૂપિયા 200 શા માટે? સરકારના વિરોધમાં ખેડૂત રસ્તા પર કેમ ઊતરેલા છે?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular