ભારતમાં તેજ સ્પીડના કારણે ગત વર્ષ રોડ અકસ્માતમાં 75,333 લોકોના મોત થયા છે. જયારે 2 લાખ 9 હજાર 736 લોકો ઘાયલ થયા છે. સરકારના તાજા આંકડા અનુસાર 3, 54, 796માંથી 2, 15, 159 રોડ દુર્ઘટના વાહનોની ઓવર સ્પીડ હોવાના કારણે થઈ છે. જે રોડ અકસ્માત 60 ટકા છે. એનસીઆરબીના વાર્ષિક રિપોર્ટ મુજબ 2019ની અપેક્ષા 2020માં રોડ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 0.52 ટકા ઘટીને 0.45 (પ્રતિ હજાર વાહન) થઈ ગઈ છે. ત્યારે રોડ અકસ્માતમાં ઘટાડો આવ્યો છે. 2019માં 467171 રોડ અકસ્માત થયા જયારે 2020માં આ ઘટીને 368828 થઈ ગઈ. 2020માં રોડ અકસ્માતોમાં 146354 લોકોના મોત થઈ ગયા અને 336248 લોકો ઘાયલ થયા.
હેલીવાર યુપીમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજયમાં 2020માં 30590 રોડ અકસ્માત થયા જયારે 2019માં આ સંખ્યા 42368 હતી. રોડ અકસ્માતોમાં ઘટાડાના મામલામાં પહેલા નંબર પર તમિલનાડુ છે. અહીં 2019માં 59499 ઘટના થઈ અને 2020માં ઘટી 46443 રહી ગયા. બીજા નંબર પર કેરળ છે અહીં 40354 થી ઘટી સંખ્યા 27998 પર પહોંચી ગઈ. એનસીઆરબીના રિપોર્ટ મુજબ 2020માં સૌથી વધારે દુર્ઘટના વાહનના ઓવર સ્પીડના કારણે થઈ છે. આ ઉપરાંત બેદરકારી અથવા ઓવર ટેકના કારણે 86248 રોડ અકસ્માત થયા છે. જેમાં 35219 લોકોના મોત થયા અને 77067 લોકો ઘાયલ થયા છે.
2020માં કુલ રોડ અકસ્માતમાં સૌથી વધારે મોત 58120 (43 ટકા) ટુ વ્હીલરના થયા છે. ત્યારે કાર એકિસડેન્ટમાં 17538 લોકો (13 ટકા) અને ટ્રક અકસ્માતમાં 16993 લોકો (12.8 ટકા) માર્યા ગયા છે. જેમાં મહારાષ્ટ્રમાં ટુ વ્હીલરથી 5877 (10 ટકા) તો યુપીમાં 5735 (9 ટકા) લોકો માર્યા ગયા છે. કાર દુર્ઘટનઓમાં યુપી સૌથી આગળ છે. અહીં કુલ કાર ઘટનાઓ 17, 538માંથી 3190 (18 ટકા) લોકોના મોત થયા છે. રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો એ છે કે દર વર્ષે ઘાયલોની સંખ્યા વધારે હોય છે અને મરનારની ઓછી. પણ પહેલી વખત એવું થયું છે કે 3 રાજયોમાં રોડ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા ઘાયલોથી વધારે છે. મિઝોરમમાં 47 એકિસડેન્ટમાં 53 લોકોના મોત થયા અને 45 ઘાયલ થયા છે. પંજાબમાં 5173 દુર્ઘટનાઓમાં 39 16 લોકોના મોત થયા અને 2881 ઘાયલ થયા છે. ત્યારે ઉત્ત્મર પ્રદેશમાં 28653 ઘટનામાં 19037 લોકોના મોત થયા જયારે 15982 લોકો ઘાયલ થયા છે.